Bapu keri Bhandar

Bapu keri Bhandar kesar mango seller at surat adajan area 9427020453

29/05/2024

*હંમેશા ઘરમા રાખો ઔષધનો રાજા હરડે, તેમાં તમારી દરેક તકલીફ નો હલ રહેલો છે*

🌰🥠🥟🥟🥠🌰🌰🥠🥟🥟🥠🌰

તમામ પથ્યદ્રવ્યોમાં હરડે શ્રેષ્ઠ છે. ચરકસંહિતાકારે સૂત્રસ્થાનના 25માં અધ્યાયમાં આ સૂત્ર *હરીતકી પથ્યાનામ* આપીને હરડેનું ઘણું ઊંચું સ્થાન આપી દીધું છે.

શરીર માટે બધી જ રીતે જે અનુકૂળ છે તે પથ્ય... હરડે સાતેય ધાતુને અનુકૂળ છે એટલું જ નહીં શરીરના તમામ સ્ત્રોતસ (system) ને શુદ્ધ રાખીને રોગ સામે સક્ષણ આપે છે. આથી હરડે પથ્યતમ છે. હરડે માત્ર મળશુદ્ધિ કરનારું ઔષધ છે તેવો અજ્ઞાન ખ્યાલ છોડીને અનેક ગુણવાળું મહાન ઔષધ છે તે જાણી લેવું જોઈએ.

*મમ સત્યપ્રતિરોયં પૂયં શ્રુણુત પંડિતઃ |*
*પથ્યાયા સદ્યશં કિશ્વીત્ કુત્રચિત્ નૈવતિંપતે ||*

અર્થાત હે પંડિતો તમે મારી આ સત્યપરતીતા સાંભળો કે હરડે જેવું એકેય પથ્યઔષધ આ જગતમાં નથી.

https://wa.me/c/918849237469

અષ્ટાંગહ્ર્દયમાં તો હરડેની ગાથા ગાતા ગાતા કહ્યું છે કે
*હરણાત સર્વરોગાણાં યાસાં ઉક્તા હરીતકી |*

એ બધા જ રોગને મટાડે છે તેથી તેને હરીતકી કહેવામાં આવે છે. તે રસાયન હોવાથી સર્વ રોગને મટાડે છે, ઘડપણ આવવા દેતી નથી. યૌવનને સદા ટકાવી રાખે છે.

વાયુની ગતિને સવળી કરનારા, ભૂખ લગાડનાર, ખોરાક પચાવનાર, પેટ સાફ કરનાર, મળ બાંધનાર, સોજો દૂર કરનાર, વેદના દૂર કરનાર, વર્ણ ને ચોખ્ખો રાખનાર, વ્રણમાં રૂઝ લાવનાર, શક્તિ આપનાર, વીર્ય શક્તિ વધારનાર, બળ આપનાર, બુદ્ધિ વધારનાર, આંખોનું તેજ વધારનાર, યકૃતને બળ આપનાર, હૃયને બળ આપનાર, લોહી વધારનાર, ગર્ભાશયનો સોજો મટાડનાર, મૂત્ર પ્રવૃત્તિ વધારનાર, આયુષ્ય વધારનાર, હિતકર, સંતાન ઉત્પન્ન કરવામાં (ગર્ભ ધારણ કરાવે) મદદરૂપ ઔષધિ.

હરડે ઘી સાથે વાત, લવણ-સિંધવ મીઠા સાથે કફ, અને મધ કે સાકર સાથે પીત્તનું નીવારણ કરે છે, તેમ જ ગોળ સાથે હરડે ખાવાથી સર્વ રોગો નો સમૂળ માંથી નાશ કરે છે. આ રીતે જોઈએ તો હરડે ત્રીદોષ નાશક ઔષધિ છે.

ગુજરાતીમાં એક સૂત્ર છે કે

*ઓકી દાતણ જે કરે, નરણા હરડે ખાય,*
*દૂધે વાળું જે કરે, તે ઘેર વૈદ્ય કદી ન જાય..*

નરણાંકોઠે એટલેકે સવારે ઉઠીને તરત કઈ ખાધા પીધા વગર જ હરડેનું સેવન ઉત્તમ માનવામાં આવ્યું છે.

હરડેની ઉત્તમ ઉપયોગીતાના લીધે એક સૂત્ર ખુબજ પ્રચલિત છે કે
*માતા યસ્મ ગૃહે નાસ્તિ તસ્ય માતા હરીતકી |*

અર્થાત જેના ઘરમાં માતા નથી તેની માતા હરડે છે. કોઈપણ બાળકની માતા જીવિત હોય અને પોતાના બાળકના સ્વાસ્થયનું જેટલું ધ્યાન રાખતી હોય તેના કરતાં પણ વધારે જેની માતા ન હોય તેનું ધ્યાન હરડે રાખે છે. આવું કહીને હરડેને માતાની ઉપમા આપી છે. માતા તો ક્યારેક પોતાના બાળક પર કોપાયમાન (ક્રોધિત) પણ થાય, પરંતુ હરડે તો ક્યારેય પણ સાજા કે માંદામાં પણ કોપાયમાન થતી નથી. એટલે કે હંમેશા નુકસાનના બદલે ફાયદો આપનારી જ છે.

હરડે લેવાથી તેની આદત પડી જવાના ભયે કે આંતરડા નબળા પડી જતા હોવાને અફવાના ભયે આજે લોકો હરડે લેતા ડરે છે. પરંતુ આયુર્વેદે તો હરડેનો ઔષધ કરતાંય આહાર રૂપે સ્વીકાર કર્યો છે. તેથી જ તેનું સ્થાન નિત્ય સેવનિય આહારદ્રવ્યોની યાદીમાં યોજયું છે.

શુદ્ધ અને ઠળિયા વગરનો હરડે પાવડર વ્યક્તિએ યોગ્ય પ્રમાણમાં લેવો જોઈએ . હરડે ચૂર્ણની માત્રાનો આધાર વ્યક્તિ ની ઉંમર, જરુરીયાત તથા તેની પ્રકૃતી ઉપર આધાર રાખે છે.સારા સ્વાસ્થ્યની ઈચ્છા જો લોકો રાખતા હોય તેમણે રોજ શુદ્ધ ઠળિયા વગરનું હરડેનું સેવન કરવું જોઈએ. રાતે જમ્યા પછી અને સુતા પહેલા અડધી હરડે ચાવીને ખાવી. અથવા તેનું ચૂર્ણ લેવું. ખૂબ ચાવીને ખાધેલી હરડે અગ્નીને પ્રદીપ્ત કરે છે, વાટેલી હરડે રેચ લગાડે છે, બાફેલી હરડે ઝાડો રોકે છે અને હરડેને શેકીને લેવામાં આવે તો તે ત્રણે દોષોનો નાશ કરે છે.

હરડે જો ભોજન સાથે ખાવા માં આવે તો બુદ્ધી અને બળ વધે છે તથા ઈંદ્રીયોને સતેજ બનાવે છે. કફ પિત્ત અને વાયુ ને શરીર માંથી દૂર છે. મળ તથા મૂત્ર ને વિખેરી નાખે છે. જમ્યા પછી જો હરડે ખાવા માં આવે તો ખાધેલ ખોરાક ને લીધે થતાં વાત્ત પિત્ત અને કફ ના દોષો દૂર કરે છે. હરડે હેમંત ઋતુમાં સુંઠ, શીશીરમાં પીપર, વસંતમાં મધ, ગ્રીષ્મમાં ગોળ, વર્ષામાં સીંધવ અને શરદ ઋતુમાં સાકર સાથે ખાવી જોઈએ. મુસાફરી કે શ્રમ કરવાથી થાકેલાએ, બળ વગરનાએ, રુક્ષ પડી ગયેલાએ, કૃશ-દુર્બળ પડી ગયેલાએ, ઉપવાસ કરેલા હોય તેણે, અધીક પીત્તવાળાએ, ગર્ભવતી સ્ત્રીઓએ અને જેમણે લોહી કઢાવ્યું હોય તેમણે હરડે ખાવી નહીં.

હરડે આ પ્રકાર ના સર્વ રોગનો નાશ કરે છે. ભૂખ ઓછી લાગવી, અપચો, દુખાવો, આફરો, પેટનો ગોળો, કબજિયાત, પેટના રોગો, હરસ, કમળો, યકૃત-બરોળ ના રોગો, કરમિયા, તાવ, ચામડીના રોગો, લોહી બગાડ, ઉધરસ, શ્વાસ, હેડકી, અવાજ બેસી જવો, સફેદ પાણી પડવું, મીઠા પેશાબની તકલીફ, પેશાબ પરાણે થવો, ગર્ભાશયમાં સોજો, દેના રોગો, પેશાબ બંધ થઈ જવો. હરડે ત્રિફળા ચૂર્ણ, અભિયાદી મોદક, અભયારિષ્ટ, પથ્યાદી ક્વાથ, પથ્યાદી ગૂગળ, સપ્તામૃત લોહ, પંચસકાર ચૂર્ણ વિગેરે પ્રકાર ના તમામ ચૂર્ણ બનવા માં કામ માં આવે છે.

આખી હરડેને તાજા ગૌમૂત્રમાં પલાળી રાખી ત્યારબાદ તેનું સેવન કરવાથી લાભ થાય છે. જે લોકોને ગેસ, કબજિયાત, મરડો, જીર્ણ જ્વર, અજીર્ણ, અપચો, હરસ અને આમ જેવા રોગો રહેતા હોય તેમને હરડેને શુદ્ધ એરંડિયામાં 10 દિવસ પલાળી રાખવું. આમાં પ્લાસ્ટિક કે એલ્યુમિનિયમના પાત્રમાં પલાડવી નહિ. 10 દિવસ પલળી ગયા બાદ તેના ઠળિયા કાઢી તેની છાલનો પાવડર કરવો. અને આ પાવડરનું સેવન કરવાથી ખૂબ જ લાભ થશે. વાયુ ને લીધે દુખાવો થતો હોય તો તેમાં પણ આ ઉપચાર અકસીર માનવ માં આવે છે.કોઈપણ પ્રકારનાં પ્રમેહમાં હરડે અને હળદરનું સમભાગ ચૂર્ણ મિશ્ર કરીને લેવું. તેનાથી પેશાબ ના રોગો માં ઘણી રાહત મળે છે. હરડે અને ગજપીપરનેએક સરખા ભાગે મિશ્ર કરીને તેટલા જ પ્રમાણમાં તેમાં ગોળ ઉમેરવો, સોપારી જેવડી ગોળીઓ બનાવી તેનું સેવન કરવાથી અમ્લપિત્ત માં ઘણો ફાયદો થઈ છે .

હરડે ને મધ સાથે ચાટવાથી ઊબકા કે ઊલટી જેવુ થતું હોય તો શાંતિ મળે છે.હરડે નો બારીક પાવડર ગરમ પાણીમાં પલાળી પેસ્ટ કરી ચાંદી પર લગાડવાથી દાદર સોરાયસીસ અને ખરજવા જેવા ચામડીના રોગમાં ફાયદો થાય છે. ખીલ, ખસ, ખરજવું, ગુમડાં વગેરે ચામડીના રોગો અને રક્તબગાડના રોગો માં અડધી થી એક ચમચી હરડેનું ચુર્ણ રોજ રાત્રે જમ્યા પછી નવશેકા પાણી સાથે લેવું અને વાયુપીત્તાદી દોષાનુસાર પરેજી પાળવી.હરડે અને સુંઠ સરખા ભાગે પાણી માં લસોટી નવશેકા ગરમ પાણીમાં સવારે અને રાત્રે લેવાથી કફ-શ્વાસ અને કફના રોગોમાં ફાયદો કરે છે.

દુઝતા હરસમાં દર્દીએ સવારે રાત્રે જુના ગોળ સાથે હરડે ખાવી. હરડેને છાસ સાથે લેવાથી પણ ખૂબ ગુણકારી બને છે. અને જો હરસ બહાર દેખાતા ન હોય તો તેવા પ્રકારના રોગમાં સવારે અને રાત્રે સૂતા પહેલા ઠળિયા વગરનું એરંડા યુક્ત હરડે ચૂર્ણ લેવું જોઈએ. પિત્તજ ગુલ્મ થયો હોય તો હરડે અને કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પિત્તથી થતો ગોળો મટી જાય છે. હરડે, અરડૂસી અને ગોળ સરખે ભાગે લઈ તેનો ઉકાળો કરીને પીવાથી શરીરની રક્તશુદ્ધિ થાય છે. ચામડીના રોગો પણ મટે છે. સાથે શરીરમાં કોઈપણ સ્થળે આંતરિક રક્તસ્ત્રાવ થતો હોય તો તેનો વેગ ઓછો થાય છે. ખૂબ જૂની શરદી રહેતી હોય અને કેમેય કરીને મટતી ન હોય તો હરડે સાથે ત્રિકટુ ભેળવી મધ સાથે તેનું સેવન કરવું.

વાતના 80 પ્રકારના રોગોમાં શુદ્ધ એરંડિયાના તેલમાં પલાળેલી હરડેને શેકીને તેનું ચૂર્ણ સેવન કરવું. પિતના રોગોમાં ખડી સાકરના ચૂર્ણ સાથે મેળવીને હરડે ખાવી. કફના 20 પ્રકારના રોગોમાં સાચા સિંધવ નમક સાથે હરડેનું સેવન કરવું.

જો તમારે તમારા શરીર ને તંદુરસ્ત રાખવું હોય અને લાંબુ સ્વસ્થ જીવન જીવવું હોય તો તમારે હરડે નું સેવન કરવું જોઈએ. હરડે શરીર ના બધા કોષોને જીવંત રાખવાનું કામ કરે છે, મરવા દેતી નથી. આથી આંખની તકલીફ, પેટના રોગો, નાકના રોગો, માથાની ફરીયાદ જેવી બધી જ તકલીફ હરડે લેવાથી તેમ ઘણો ફાયદો થાય છે . જો તમારું શરીર તંદુરસ્ત હશે તો તમે લાંબુ જીવન જીવી શકશો.

*ગેસ,કબજિયાતના રોગોમાં સર્વોત્તમ અને રામબાણ ઈલાજ કરવા માટે એરંડિયામાં શેકેલી ઠળિયા વગરનું હરડે ચૂર્ણ શ્રેષ્ઠ ઔષધિ છે.*

કોઈપણ કારણોસર આપણને વાગ્યું હોય અને લોહી નીકળતા હોય તો તેના પર હરડે ચૂર્ણ દબાવી તુરંત જ પાટો બાંધી દેવો. જેથી ચમત્કારી લાભ જણાશે..

હરડેનું સેવન નાના બાળકોથી લઈને યુવાન તથા વૃધ્ધો દરેક લોકો કરી શકે છે. જેમને ગેસ, કબજિયાત, પેટમાં તકલીફ રહેતી હોય તેવા લોકોએ દરોજ સવારે નરણાંકોઠે 1 ચમચી હરડે ચૂર્ણ લેવું. જેમને વધુ તકલીફ હોય તે રાત્રે પણ લઈ શકે છે. આ ચૂર્ણ ગરમ પાણી સાથે અથવા ત્રામ્બાના પાત્રના પાણી સાથે કરી શકે છે.

આયુર્વેદિક માહિતી અને આયુર્વેદિક દવાઓ મેળવવા માટે Join HEALTH તમારું નામ અને સિટી નું લખીને 88492 37469 વોટ્સએપ મેસેજ કરો.
ગાડી ના વીમા માટે ફોન કરો 9662033410 wtsp કરો
Rajiv Dixit Followers Everyone ゚

11/04/2024

*Positive Thinking*
*હકારાત્મક વિચારસરણી*

*એક સ્ત્રીની આદત હતી કે તે દરરોજ સૂતા પહેલા એક કાગળ પર પોતાની દિવસની ખુશીઓ લખતી હતી….એક રાત્રે તેણે લખ્યું:*

*હું ખુશ છું, કે મારા પતિ આખી રાત જોરથી નસકોરા બોલાવે છે! કારણ કે, તે જીવંત છે, અને મારી પાસે છે. આ માટે પ્રભુ નો આભાર છે...*

*હું ખુશ છું, કે મારો દીકરો વહેલી સવારે મારી પર ચિડાઈને ઝઘડે છે કે, મચ્છર અને માંકડ તેને આખી રાત ઊંઘવા દેતા નથી... આમછતાં, તે ઘરે રાત વિતાવે છે, ક્યાય રખડતો ભટકતો નથી. એ માટે પ્રભુનો આભાર...*

*હું ખુશ છું, કે, દર મહિને વીજળી, ગેસ, પેટ્રોલ, પાણી વગેરેના ઘણા બિલો ભરવો પડે છે.... પરંતુ ,આ બધી વસ્તુઓ મારી પાસે છે, મારા ઉપયોગમાં છે. જો તે ન હોત તો જીવન કેટલું મુશ્કેલ હોત? તે બદલ પ્રભુનો આભાર...*

*હું ખુશ છું, કે આખો દિવસના કામ કરીને થાકીને ઠૂસ થઈ જાવ છું મને અસહ્ય લાગે છે. તેનો અર્થ એ કે મારી પાસે આખો દિવસ સખત મહેનત કરવાની શક્તિ અને હિંમત છે, ફક્ત પ્રભુની કૃપાથી છે!*

*હું ખુશ છું, કે દરરોજ મારે મારા ઘરને ઝાડુ મારવું પડે છે, અને દરવાજા અને બારીઓ સાફ કરવી પડે છે. સદભાગ્યે, મારી પાસે ઘર છે. જેની પાસે છત નથી તેમની શું હાલત હશે? મને ઘરનુ ઘર આપવા બદલ પ્રભુનો આભાર...*

*હું ખુશ છું, કે ક્યારેક, હું થોડી બીમાર પડી જાઉં છું. તેનો અર્થ એ કે હું મોટે ભાગે સ્વસ્થ છું. તે બદલ પ્રભુનો આભાર...*

*હું ખુશ છું કે દર વર્ષે તહેવારો પર ભેટ આપતી વખતે પર્સ ખાલી થઈ જાય છે. મતલબ કે મારી પાસે પ્રિયજનો, મારા પ્રિયજનો, સંબંધીઓ, મિત્રો, મારા પોતાના છે, જેમને હું ભેટ આપી શકું છું. જો આ ન હોય, તો જીવન કેટલું કંટાળાજનક હશે..? પ્રભુનો આભાર...*

*હું ખુશ છું,* *કે દરરોજ એલાર્મના અવાજ પર હું ઉઠું છું. એટલે કે મને દરરોજ એક નવી સવાર જોવા મળે છે. આ પણ પ્રભુનું કામ છે.*

_*જીવવાના આ સૂત્રને અનુસરીને આપણું અને આપણા લોકોનું જીવન શાંતિપૂર્ણ બનાવવું જોઈએ. નાની-મોટી મુસીબતમાં પણ ખુશી શોધો, દરેક પરિસ્થિતિમાં પ્રભુનો આભાર માનવો, જીવનને સુખી બનાવો....!!!!*_

*માત્ર આ મેસેજ વાંચીને છોડશો નહીં....*
*એકવાર આ મેસેજ વિચારો અને તમારા જીવનમાં અમલ કરો...*

*દરેક પરિસ્થિતિમાં હકારાત્મક વિચારો....*

*જે પ્રાપ્ત થયું છે તે પૂરતું છે...*
*જેનું મન મસ્ત છે,*
*તેની પાસે સમસ્ત છે...!!!*

*"સુખી જીવનની આ ચાવી સાચવવામાં આવે ત્યારે એ ગમતું રહેશે..!!"*

*🙏 🙏*

07/04/2024

Excellent Message
Must Read

*"ભવેન કચ્છી" નામ તો સાંભળ્યું જ હશે ! એક વર્તમાન પેપરના કટાર લેખક છે. એમનો એક લેખ વાંચ્યો. ખૂબ વાસ્તવિક લાગ્યો. એટલે એનું સંક્ષિપ્તતીકરણ કરીને રજૂ કરવાનું મન થયું. જરૂર વાંચજો. આપણા જીવનને લગતું છે.*

*"ઉડી ગયેલા (ફ્યુઝડ) બલ્બની ક્લબ"*

રિટાયરમેન્ટ પછી ઘણા લોકો ભારે અજંપો અને એકલતા અનુભવતા હોય છે, કારણ કે તેઓએ તેમની અગાઉની કારકિર્દીમાં ખૂબ પ્રતિષ્ઠા, પદ, પૈસો,માન, સન્માન, લોક ચાહના મેળવી હોય છે. એટલે એ બાબતમાં એક અહંકાર *Ego* અજાણતા જ મનમાં ઘર કરી ગયો હોય છે. નિવૃત્તિ બાદ *"પદ ગયું અને બધું જ રદ થયું."*..

ચાલો, આજે એક સજ્જનની વાત કરીએ જેઓ આવી પીડા થી, અજાણ્યા ઈગો થી પીડાતા હતા. તેમના ઘરની સામે ગાર્ડન હતો. તેમના જેવા નિવૃત્ત વડીલો ત્યાં આવી સાથે મળીને ગ્રુપમાં બેસતા. આ સજજને પણ ત્યાં જવાનું શરૂ કર્યું. પણ અંદરના ઈગોને કારણે એકલા બેસતા. તેમને બેઠેલા બીજા વડીલો સામાજિક, શિક્ષણ, વગેરેની દ્રષ્ટિએ પછાત લગતા. આવા લોકો સાથે બેસવાથી પોતાની *પ્રતિભા* ખરડાય એવું માનતા. બાંકડા પર દૂર બેસીને ગ્રુપમાં બેઠેલા વડીલોની વાતો જરૂર સાંભળતા. તેમને નવાઈ લાગતી. કારણ વડીલોની ચર્ચાના વિષયમાં વિજ્ઞાન, રાજકારણ, તત્વજ્ઞાન, દેશ-વિદેશની ચર્ચાઓ, થતી. આ વડીલોનું ગ્રુપ *ભજીયા ગાંઠીયા વગેરે નાસ્તો મંગાવીને પણ ખાતા. એ પણ આ સજ્જન ને ટિપિકલ *"મિડલ ક્લાસ" જેવું લાગતું.*
થોડા દિવસ તો આ સજ્જને દૂર કે નજીક બાંકડા પર બેસીને તેમની વાતો સાંભળી. પણ આખરે તેઓ પણ તો એક સામાજિક પ્રાણી હતા. એકલતા લાગવા માંડી. પણ તેમની અંદરનો અહંકાર તેમને આ લોકો સાથે ભળવા ન દેતો. એમને એમ હતું કે આ ગ્રુપના વડીલો સામેથી બોલાવે. ખરી રીતે તો તેમણે જ સામે ચાલીને ગ્રુપમાં ભળી જવું જોઈતું હતું. પરંતુ *ગુરુતાગ્રંથીને* કારણે એમ ન કરી શક્યા.
નસીબ જોગે ગ્રુપમાંના એક વડીલે જ સામે ચાલીને એ સજ્જનને નાસ્તામાં જોડાવા માટે આમંત્રણ આપ્યું. પછી પરિચય પૂછ્યો. સજ્જન તો રાહ જ જોતા હતા કે તેમના વિશે કોઈ પૂછે !! તક મળી ગઈ એટલે સજ્જન તો પોતાની ઝળહળતી કારકિર્દી, પોતાના ઠાઠમાઠ, ની બડાઈ હાંકવા લાગ્યા. એમને એમ હતું કે આ મધ્યમ વર્ગીયોને પ્રભાવિત કરી તેમના પર રોફ જમાવીશ. બધા તેમને અહોભાવથી જોશે. સજ્જને તો તેમના હાથ નીચે કેટલા કર્મચારીઓ કામ કરતા, તેમજ તેમને ફાળવવામાં આવેલ બંગલા, ગાડી, વગેરેનો ઉલ્લેખ કરી જાહોજલાલીની વગેરે વાતો કહેવાની શરૂ કરી. વડીલ ના ગ્રુપના બધા સભ્યો શાંતિથી તેમની વાત સાંભળતા. તેમની કારકિર્દીને બિરદાવતા. આવું થોડા દિવસ ચાલ્યું, ત્યારે એ સજ્જન ને લાગ્યું કે હું તો ફક્ત મારી જ વાત કરું છું. મારી વાત સાંભળીને તેઓ તો પછી અન્ય વિષય પર મજાક મસ્તી અને નાસ્તા કરીને છૂટા પડે છે !!
આખરે એક દિવસ એ સજ્જને તેમને પૂછી જ લીધું કે તમે બધા પહેલા શું કરતા હતા? નોકરી કે ધંધો ?
*( જવાબ તો વડીલ નો સાંભળવા જેવો છે )*
તેમણે સહજતાથી જ કહ્યું, *"શું કરતો હતો તેનું હવે શું કામ છે ?"* પેલા સજ્જન ને થયું, કદાચ મારો ઉચ્ચ હોદ્દો અને રૂઆબ જોઈને તેઓ *લઘુતાગ્રંથી* અનુભવતા હશે ! પણ બીજા એક વડીલે વાતાવરણ હળવું બનાવવા કહ્યું, "ભાઈ ! અહીં હાજરી આપનાર કોઈને પણ તમે આ સવાલ પૂછશો તો તેનો ઉત્તર આવો જ હશે કે, શું કરતો હતો તેનું હવે શું કામ છે ? " પછી તે વડીલે સજ્જનને કહ્યું, "તમે નવા સવા છો એટલે તમને જણાવી દઈએ કે અમારા ગ્રુપનું નામ *"ફ્યુઝડ બલ્બ એટલે કે ઉડી ગયેલા બલ્બનું ગ્રુપ કે ક્લબ છે"* અમે ભવ્ય ભૂતકાળને ભૂલીને વર્તમાનમાં જીવીએ છીએ. અમારો ભૂતકાળ જેવો પણ હતો ! અમે ત્યારે જેવા પણ હતા ! તે વાતને કાળની કુંડીમાં ધરબીને, એક સન્માનનીય, વયસ્ક નાગરિક, પરિવાર જનની રીતે જીવન વ્યતીત કરીએ છીએ. તમે જે વડીલને પ્રશ્ન પૂછ્યો હતો કે શું નોકરી કે ધંધો કરતા હતા, તેમનો પરિચય હું જ આપી દઉં. તેઓ *ઈસરો (ISRO)* માં જાણીતા વૈજ્ઞાનિક તરીકે નિવૃત્ત થયા છે. તેમના દીકરાઓ અમેરિકામાં છે. પણ તેમને ભારતની સામાજિક લાઈફ ગમે છે તેથી તેઓ અહીં રહે છે."
પેલા સજ્જને એ પછી બીજા વડીલો વિશે પણ જાણ્યું કે અહીં ગ્રુપના બીજા વડીલો માંથી કોઈ ભૂતપૂર્વ સાંસદ, કોઈ આઈએએસ, કોઈ યુનિવર્સિટીના ચાન્સેલર, કે કોઈ રેલવેમાં મેનેજર હતા. હવે નિવૃત્ત જીવન જીવતા હતા.
પેલા સજ્જન ની તો કાપો તો લોહી ન નીકળે એવી હાલત થઈ ગઈ. હજી તો એ સજ્જન આ દ્વિધામાંથી બહાર આવે તે પહેલા જ એકબીજા વડીલે તેમને જણાવ્યું, *"અમે બધા ફ્યુઝડ ઉડી ગયેલા બલ્બ તરીકે ના અસ્તિત્વનો સહર્ષ અને ગૌરવભેર સ્વીકાર કરીને જીવનના નવા અધ્યાયને માણીએ છીએ.* અત્યાર સુધી કંપની, બોર્ડ, ધંધા, માટે જીવ્યા. *હવે અમે અમારી જોડે, અમારા માટે જીવીએ છીએ."* તેમણે આગળ કહ્યુ, " ઉગતા સૂરજને જ બધા પૂજે છે. હવે અમે આથમી ચૂક્યા છીએ. *સંસાર પરિવર્તનશીલ છે* તેવા *ભગવત ગીતા ના* બોધને આ રીતે જ લેવાનો છે. *ભૂતકાળમાં જે મેળવ્યું એ મનોમન એક ઉપલબ્ધિ જરૂર માનીએ છીએ.* અગાઉની અવસ્થાને મૃત્યુ સમજી, નવી અવસ્થા અને મનોસ્થિતિ પ્રાપ્ત કરવાની હોય છે. તમે નવા નવા અમારા ગ્રુપની નજીક આવ્યા ત્યારે જ અમે સમજી ગયા હતા કે તમે પણ ઉડી ગયેલા બલ્બ છો પણ તમારું મન એ સ્વીકારતું ન હતું. તે અવસ્થા હવે તમારો ભૂતકાળ બની ગઈ છે. ફ્યુઝડ બલ્બ ભલેને ગમે તેટલા પાવરનો હોય પરંતુ *ઝીરો અહંકાર* ધરાવતો નવો બલ્બ આપણે ન બની શકીએ ??
પેલા સજ્જને આંખમાં ભીનાશ સાથે ગ્રુપને નમ્રતાપૂર્વક પૂછ્યું, "આજથી મને તમારો ઉડી ગયેલા બલ્બની ક્લબનો સભ્ય બનાવશો ??.🙏

*મિત્રો, પદ, પ્રતિષ્ઠા, મોભો, દરજ્જો, છોડીને સાહજિકતાથી જીવન જીવવાની શરૂઆત તો કરી જુઓ !! અને પછી જુઓ કે કેવી મજા છે એમાં.*

મિત્રો, જીવનમાં શિખર ઉપર પહોંચવાની મહત્વકાંક્ષા હોવી જ જોઈએ. અને પહોંચવાની કોશિશ પણ કરવી જોઈએ. પણ પહોંચી ગયા પછી પગ તો જમીન પર જ રાખવા જોઈએ. કારણ કે શિખરમાં *એકલતા* છે અને જમીન પર *મિત્રતા* છે. મિત્રતાને જાળવવી હોય, બધાની સાથે બેસીને આનંદ કરવો હોય, તો યાદ રાખજો કે આકાશમાં ઉડયા પછી આખરે તો જમીન પર જ આવવાનું છે તો પગ તો જમીન પર જ રાખવા.
- *બાંકડે મળતા મીત્રો ને સમર્પણ*
Renu Tamakuwala Everyone

Stock related , risk subject to market riskAaya to double nahi to koi nahi9662033410
06/12/2023

Stock related , risk subject to market risk
Aaya to double nahi to koi nahi
9662033410

30/09/2022










9427020453JagrutibenAdajan,suratKaju katri 630/-Khajur paak 450/-                                                       ...
05/08/2022

9427020453
Jagrutiben
Adajan,surat
Kaju katri 630/-
Khajur paak 450/-

Chalo saputara
21/06/2022

Chalo saputara

I want ladies for gruh udyog . I will give u khakhra and other namkeens at very low price. Wholeseller rate. Anyone inte...
20/06/2022

I want ladies for gruh udyog . I will give u khakhra and other namkeens at very low price. Wholeseller rate. Anyone interested. Pls call +917383341476-7
Aap apna business sirf ₹2222/- se suru kar sakte he.

1 per 1 free offer 9427020453
14/06/2022

1 per 1 free offer 9427020453

Guarantee...Guarantee,,,Guarantee....Rajapuri Rs.1410/-Kesar Rs.1700/-Hafoos Rs.2100/-Jeegeshaa 94270 20453call now and ...
13/06/2022

Guarantee...Guarantee,,,Guarantee....
Rajapuri Rs.1410/-
Kesar Rs.1700/-
Hafoos Rs.2100/-
Jeegeshaa 94270 20453
call now and talk about guarantee and what u pay.

Address

Surat
395009

Opening Hours

Monday 7pm - 10pm
Tuesday 7pm - 10pm
Wednesday 7pm - 10pm
Thursday 7pm - 10pm
Friday 7pm - 10pm
Saturday 7pm - 10pm
Sunday 9am - 10pm

Telephone

+919427020453

Website

Alerts

Be the first to know and let us send you an email when Bapu keri Bhandar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Restaurant

Send a message to Bapu keri Bhandar:

Share

Category