Gujarati Food

Gujarati Food Gujarati Traditional food Details and how to Eat That Food. With this Page I will Give you a batter Choice of Gujarati Food.

ગણપતિજી ને માટે માવા મોદક.ઘટકોમાવા મોદક માટે૧ ૧/૨ કપ ભૂક્કો કરેલો માવો૫ ટેબલસ્પૂન પીસેલી સાકર૧ ૧/૨ ટેબલસ્પૂન સમારેલા પિસ...
01/09/2022

ગણપતિજી ને માટે માવા મોદક.

ઘટકો

માવા મોદક માટે
૧ ૧/૨ કપ ભૂક્કો કરેલો માવો
૫ ટેબલસ્પૂન પીસેલી સાકર
૧ ૧/૨ ટેબલસ્પૂન સમારેલા પિસ્તા
૧/૪ ટીસ્પૂન એલચીનો પાવડર
થોડા કેસરના સેર
૧ ટેબલસ્પૂન હુંફાળું દૂધ
કાર્યવાહી

માવા મોદક માટે
કેસર માવાના મોદક બનાવવા માટે, એક નાના બાઉલમાં હુંફાળું દૂધ અને કેસર ભેગું કરી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
ઊંડા નોન-સ્ટીક પેનમાં માવો ઉમેરો, સતત હલાવતા રહી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી રાંધી લો.
કેસર-દૂધનું મિશ્રણ ઉમેરીને મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો.
માવાના મિશ્રણને ઊંડી પ્લેટમાં ફેલાવો અને ૧૦ થી ૧૫ મિનિટ માટે ઠંડુ થવા માટે બાજુ પર રાખો.
માવાને આંગળીના મદદથી ક્રશ કરો, તેમાં પીસેલી સાકર, એલચી પાવડર અને પિસ્તા ઉમેરો. સારી રીતે મિક્સ કરો અને ૧૦ મિનિટ માટે રેફ્રિજરેટ કરો.
માવાના મિશ્રણનો એક ભાગ લો, તેને ગ્રીસ કરેલા મોદકના મોલ્ડની એક બાજુ રાખો અને મોદકના મોલ્ડને ચુસ્ત રીતે બંધ કરો.
મોદકના મોલ્ડની કિનારીઓમાંથી વધારાનું મોદકના મિશ્રણને દૂર કરો અને મોદકને ડિમોલ્ડ કરો.
બાકીના મોદકને આકાર આપવા માટે વિધિ ક્રંમાક ૭ અને ૮ નું પુનરાવર્તન કરો.
કેસર માવાના મોદકને તરત જ પીરસો અથવા જરૂર મુજબ ઉપયોગ કરો.

Keep share, like, following.....🙏
26/08/2022

Keep share, like, following.....🙏

ટમેટાવાળા ભાત.ઘટકોમસાલા પાવડર માટે૨ ટીસ્પૂન નાળિયેરનું તેલ અથવા બીજું કોઇ રીફાઇન્ડ તેલ૧ ટીસ્પૂન અડદની દાળ૧ ટેબલસ્પૂન ચણા...
26/08/2022

ટમેટાવાળા ભાત.
ઘટકો

મસાલા પાવડર માટે
૨ ટીસ્પૂન નાળિયેરનું તેલ અથવા બીજું કોઇ રીફાઇન્ડ તેલ
૧ ટીસ્પૂન અડદની દાળ
૧ ટેબલસ્પૂન ચણાની દાળ
૧/૪ ટીસ્પૂન મેથીના દાણા
૨ ટીસ્પૂન આખા ધાણા
૮ આખા લાલ કાશ્મીરી મરચાં
૨ ટેબલસ્પૂન ખમણેલું સુકું નાળિયેર
૧/૨ ટીસ્પૂન હીંગ

બીજી સામગ્રી
૩/૪ કપ ટમેટાનું પલ્પ
૧/૨ ટીસ્પૂન હળદર
મીઠું , સ્વાદાનુસાર
૧ ટેબલસ્પૂન નાળિયેરનું તેલ અથવા બીજું કોઇ રીફાઇન્ડ તેલ
૨ ટીસ્પૂન ઘી
૧ ટીસ્પૂન રાઇ
૩ ટેબલસ્પૂન કાચી મગફળી
૬ to ૭ કડી પત્તા
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૨ ૧/૨ કપ રાંધેલા ભાત
કાર્યવાહી
એક નાના પૅનમાં તેલ ગરમ કરી તેમાં અડદની દાળ, ચણાની દાળ, મેથીના દાણા અને આખા ધાણા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
તે પછી તેમાં બાકી રહેલી બધી સામગ્રી મેળવી ધીમા તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લીધા પછી તેને થોડું ઠંડુ થવા દો.
જ્યારે તે ઠંડું પડે, ત્યારે તેને મિક્સરમાં ફેરવી ઝીણું પાવડર બનાવી બાજુ પર રાખો.

આગળની રીત
એક નૉન-સ્ટીક પૅનમાં ટમેટાનું પલ્પ, હળદર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
તે પછી તેમાં તૈયાર કરેલો મસાલા પાવડર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી આ ટમેટા પેસ્ટને બાજુ પર રાખો.
એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ ઉમેરો.
જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં મગફળી અને કડી પત્તા મેળવી ધીમા તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા મગફળી થોડી હલકા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળી લો.
તે પછી તેમાં લીલા મરચાં અને કાંદા મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી સાંતળી લો.
તે પછી તેમાં ટમેટાની પેસ્ટ અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧મિનિટ સુધી રાંધી લો.
છેલ્લે તેમાં રાંધેલા ભાત અને મીઠું મેળવી, હળવેથી મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
ગરમ-ગરમ પીરસો.

meesho.com/KRISHAENTERPRISEAHM  Please Follow This And There is So much Products for All... Best Quality Me pan Order Ka...
23/07/2022

meesho.com/KRISHAENTERPRISEAHM Please Follow This And There is So much Products for All... Best Quality Me pan Order Karel 6 Tame pan Karo. ...

KRISHA ENTERPRISE AHM

Chalo Badha aa Page ne Like Follow ane Share karo 🙏😁
20/07/2022

Chalo Badha aa Page ne Like Follow ane Share karo 🙏😁

ચીલી પોટેટોઘટકો૩ કપ અર્ધઉકાળેલી બટાટાની સળીઓતેલ , તળવા માટે૨ ટેબલસ્પૂન કોર્નફ્લોર૧ ટેબલસ્પૂન તેલ૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લ...
18/07/2022

ચીલી પોટેટો

ઘટકો
૩ કપ અર્ધઉકાળેલી બટાટાની સળીઓ
તેલ , તળવા માટે
૨ ટેબલસ્પૂન કોર્નફ્લોર
૧ ટેબલસ્પૂન તેલ
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧ ટેબલસ્પૂન ઝીણું સમારેલું લસણ
૧ ટીસ્પૂન ઝીણું સમારેલું આદૂ
૧/૪ કપ ઝીણા સમારેલા લીલા કાંદાનો સફેદ અને લીલો ભાગ
૧ ટેબલસ્પૂન ટમૅટો કેચપ
૧ ટેબલસ્પૂન ચીલી સૉસ
૧ ટીસ્પૂન સોયા સૉસ
મીઠું , સ્વાદાનુસાર

સજાવવા માટે
૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા કાંદાનો સફેદ અને લીલો ભાગ
કાર્યવાહી
એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં થોડી-થોડી બટાટાની સળીઓ નાંખી, તે દરેક બાજુએથી હલકા બ્રાઉન રંગની થાય તે રીતે તળીને બહાર કાઢી ટીશ્યુ પેપર પર મૂકી બાજુ પર રાખો.
એક બાઉલમાં કોર્નફ્લોર અને ૧/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં લસણ, આદૂ અને લીલા મરચાં મેળવી ઉંચા તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
તે પછી તેમાં લીલા કાંદાનો સફેદ અને લીલો ભાગ, ટમૅટો કેચપ, ચીલી સૉસ, સોયા સૉસ, કોર્નફ્લોરનું મિશ્રણ અને મીઠું મેળવી ઉંચા તાપ પર થોડી સેકંડ સુધી રાંધી લો.
તે પછી તેમાં તળેલા બટેટાની સળીઓ મેળવી, સારી રીતે ઉપર નીચે કરીને મિક્સ કર્યા બાદ ઉંચા તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
લીલા કાંદાના સફેદ અને લીલા ભાગ વડે સજાવીને તરત જ પીરસો.

કઢાઇ પનીરઘટકોકઢાઇ ગ્રેવી માટે૧૦ આખા સૂકા લાલ કાશ્મીરી મરચાં , ટુકડા કરેલા૧ ટેબલસ્પૂન આખા ધાણા૨ ૧/૨ ટેબલસ્પૂન તેલ૨ ટેબલસ્...
14/07/2022

કઢાઇ પનીર

ઘટકો

કઢાઇ ગ્રેવી માટે
૧૦ આખા સૂકા લાલ કાશ્મીરી મરચાં , ટુકડા કરેલા
૧ ટેબલસ્પૂન આખા ધાણા
૨ ૧/૨ ટેબલસ્પૂન તેલ
૨ ટેબલસ્પૂન ઝીણું સમારેલું લસણ
૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૨ ૧/૨ કપ ઝીણા સમારેલા ટમેટા
૧/૪ કપ ટમેટાની પ્યુરી
૧ ટીસ્પૂન કસૂરી મેથી
૧ ટીસ્પૂન ગરમ મસાલો
મીઠું , સ્વાદાનુસાર

બીજી જરૂરી વસ્તુઓ
૧ ૧/૨ કપ પનીર , ૩૭ મી.મી. (૧ ૧/૨”)ના ટુકડા કરેલા
તેલ , તળવા માટે
૧ ટેબલસ્પૂન તેલ
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૧ ટીસ્પૂન ધાણા-જીરા પાવડર
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૪ ટીસ્પૂન હળદર
૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો
૧/૪ ટીસ્પૂન કસૂરી મેથી
૧/૨ કપ ઝીણી સ્લાઇસ કરેલા સિમલા મરચાં
મીઠું , સ્વાદાનુસાર
એક ચપટીભર સાકર
૧/૨ કપ તાજું ક્રીમ

સજાવવા માટે
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
કાર્યવાહી

કઢાઇ ગ્રેવી માટે
એક નૉન-સ્ટીક તવા પર લાલ મરચાં અને આખા ધાણાને ૩૦ સેકંડ માટે સૂકા શેકી લો.
તે પછી તેને તવા પરથી ઉતારીને ઠંડા થવા બાજુ પર રાખો.
ઠંડા થયા પછી તેને મિક્સરમાં ફેરવી બારીક પાવડર બનાવી બાજુ પર રાખો.
એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં લસણ નાંખી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
તે પછી તેમાં લાલ મરચાં-ધાણાનો પાવડર મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
તે પછી તેમાં લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર વધુ ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
પછી તેમાં ટમેટા મેળવી, સારી રીતે મિક્સ કરીને મધ્યમ તાપ પર ૧૦ થી ૧૨ મિનિટ સુધી અથવા તેલ છુટું થાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
તેને બટાટા છૂંદવાના સાધન વડે થોડી છૂંદી લો.
છેલ્લે તેમાં ટમેટાની પ્યુરી, કસૂરી મેથી, ગરમ મસાલો, મીઠું અને લગભગ ૨ ટેબલસ્પૂન જેટલું પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી તેને બાજુ પર રાખો.

આગળની રીત
એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં થોડા-થોડા પનીરના ટુકડા મેળવીને તે દરેક બાજુએથી હલકા બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. પછી બહાર કાઢી ટીશ્યુ પેપર પર મૂકી સૂકા કરી સહેજ ગરમ પાણીમાં ૧૦ મિનિટ સુધી રાખી લીધા પછી નીતારીને બાજુ પર રાખો.
બીજી એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં કાંદા નાંખી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી અથવા કાંદા અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
પછી તેમાં તૈયાર કરેલી કઢાઇ ગ્રેવી, ધાણા-જીરા પાવડર, મરચાં પાવડર, હળદર, ગરમ મસાલો અને કસૂરી મેથી નાંખી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી રાંધી લો.
પછી તેમાં સિમલા મરચાં અને ૧ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.
પછી તેમાં પનીર, મીઠું અને સાકર મેળવી, સારી રીતે મિક્સ કરી હલકી આંચ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.
છેલ્લે તેમાં તાજું ક્રીમ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

ગુજરાતી કઢીકઢી માટે૨ કપ તાજું દહીં૫ ટેબલસ્પૂન ચણાનો લોટ૨ ટીસ્પૂન ઘી૧/૨ ટીસ્પૂન જીરું૧/૨ ટીસ્પૂન રાઇ૨ ટીસ્પૂન હીંગ૫ કડી પ...
10/07/2022

ગુજરાતી કઢી

કઢી માટે
૨ કપ તાજું દહીં
૫ ટેબલસ્પૂન ચણાનો લોટ
૨ ટીસ્પૂન ઘી
૧/૨ ટીસ્પૂન જીરું
૧/૨ ટીસ્પૂન રાઇ
૨ ટીસ્પૂન હીંગ
૫ કડી પત્તા
મીઠું , સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન આદુ-લીલા મરચાંની પેસ્ટ
૨ ટેબલસ્પૂન સાકર

સજાવવા માટે
૨ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર

કઢી સાથે પીરસવા માટે
રોટલી
પુરાણ પોળી
ખીચડી
કાર્યવાહી

કઢી બનાવવા માટે
કઢી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં દહીં અને ચણાના લોટને ભેળવી દો અને જ્યાં સુધી કોઈ ગઠ્ઠો ના રહે ત્યાં સુધી જેરી લો.
તેમાં ૩ કપ પાણી ઉમેરો અને બરાબર મિક્સ કરી એક બાજુ રાખો.
કઢાઈમાં ઘી ગરમ કરો અને તેમાં જીરું અને રાઇ નાખો.
જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ અને કડી પત્તા નાંખો અને થોડીવાર સુધી સાંતળી લો.
તેમાં તૈયાર કરેલુ દહીં-ચણાના લોટ-પાણીનું મિશ્રણ, મીઠું, આદુ-લીલા મરચાંની પેસ્ટ અને સાકર નાંખી, બરાબર મિક્સ કરી, વચ્ચે વચ્ચે હલાવતા ૨ મિનિટ માટે ઉકાળો.
તાપ ઓછો કરો, ૮ થી ૧૦ મિનિટ સુધી ધીમે ધીમે ઊકળો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો.
કઢીને કોથમીર વડે સજાવો અને રોટલી, પુરાણ પોળી અને ખીચડી સાથે ગરમા ગરમ પીરસો.

ગાજર અને ચીઝ સેન્ડવિચઘટકોગાજર અને ચીઝ સેન્ડવિચની રેસીપી બનાવવા માટે૪ ટોસ્ટ કરેલી ઘંઉની બ્રેડ સ્લાઇસ૨ ટીસ્પૂન પીગળાવેલું ...
06/07/2022

ગાજર અને ચીઝ સેન્ડવિચ

ઘટકો

ગાજર અને ચીઝ સેન્ડવિચની રેસીપી બનાવવા માટે
૪ ટોસ્ટ કરેલી ઘંઉની બ્રેડ સ્લાઇસ
૨ ટીસ્પૂન પીગળાવેલું માખણ

મિક્સ કરીને પૂરણ બનાવવા માટે
૩/૪ કપ ખમણેલું ગાજર
૩ ટેબલસ્પૂન મોઝરેલા ચીઝ
૩ ટેબલસ્પૂન ખમણેલું પનીર
૧ ટીસ્પૂન સમારેલા લીલા મરચા
એક ચપટી રાઇનો પાવડર
૧ ટેબલસ્પૂન દૂધ
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી

ગાજર અને ચીઝ સેન્ડવિચની માટે
પૂરણને ૨ સમાન ભાગોમાં વહેંચો અને બાજુ પર રાખો.
સ્વચ્છ, સૂકી સપાટી પર ૨ બ્રેડના સ્લાઇસ મૂકો અને દરેક બ્રેડના સ્લાઇસ પર ૧/૨ ટીસ્પૂન માખણ નાખો.
૧ માખણ લગાડેલી બ્રેડ સ્લાઈસના મધ્યમાં તૈયાર પૂરણનો ૧ ભાગ મૂકો અને ચમચીના પાછલા ભાગની મદદથી સમાનરૂપે પાથરી લો.
બ્રેડની બીજી સ્લાઇસનો માખણ ચોપડેલો ભાગ અદંર રહે તે રીતે સ્લાઇસ મૂકો. સેન્ડવિચને ૨ ત્રિકોણમાં કાપો.
રીત ક્રમાંક ૩ અને ૪ ના મુજબ વધુ ૧ સેન્ડવિચ તૈયાર કરો.
તરત પીરસો

ચીઝી મશરૂમ ઘટકોચીઝી મશરૂમ માટે૨૫ મોટા કદના મશરૂમમીક્સ કરીને પૂરણ તૈયાર કરવા માટે૧ કપ ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ૧/૪ કપ બારીક સ...
03/07/2022

ચીઝી મશરૂમ

ઘટકો

ચીઝી મશરૂમ માટે
૨૫ મોટા કદના મશરૂમ

મીક્સ કરીને પૂરણ તૈયાર કરવા માટે
૧ કપ ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ
૧/૪ કપ બારીક સમારેલા કાંદા
૨ ટીસ્પૂન બારીક સમારેલું લસણ
૨ ટીસ્પૂન બારીક સમારેલા લીલા મરચાં
૧/૨ ટીસ્પૂન રાઇનો પાવડર
૧/૪ કપ બ્રેડ ક્રમ્બસ્
૨ ટીસ્પૂન માખણ
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી

ચીઝી મશરૂમ બનાવવા માટે
ચીઝી મશરૂમ બનાવવા માટે, પૂરણને ૨૫ સમાન ભાગોમાં વહેંચો અને એક બાજુ રાખો.
મશરૂમની દાંડી દૂર કરો અને તેને કાઢી નાખો જેથી મશરૂમની કેપ્સમાં ખાડો રચાય.
પૂરણના ભાગ સાથે દરેક મશરૂમ કેપને ભરો.
ગ્રીસ કરેલી બેકિંગ ટ્રે પર સ્ટફ્ડ મશરૂમ ગોઠવો અને આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦° સે (૩૬૦° ફે) પર ૧૦ મિનિટ માટે બેક કરો.
ચીઝી મશરૂમને તરત જ પીરસો.

ચીલી પનીરઘટકોચીલી પનીર માટે૧ ૧/૨ કપ પનીરના ચોરસ ટુકડા૩ ટેબલસ્પૂન કોર્નફલોરતેલ , તળવા માટેમિક્સ કરીને બેટર તૈયાર કરવા માટ...
24/06/2022

ચીલી પનીર

ઘટકો

ચીલી પનીર માટે
૧ ૧/૨ કપ પનીરના ચોરસ ટુકડા
૩ ટેબલસ્પૂન કોર્નફલોર
તેલ , તળવા માટે

મિક્સ કરીને બેટર તૈયાર કરવા માટે
૧/૪ કપ કોર્નફલોર
૧/૪ કપ મેંદો
૧ ટીસ્પૂન સોયા સૉસ
૧ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
૧/૪ ટીસ્પૂન તાજો પીસેલો કાળા મરીનો પાવડર
મીઠું , સ્વાદાનુસાર
૧/૨ કપ પાણી

ચીલી પનીર માટે અન્ય સામગ્રી
૧ ૧/૨ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન ખમણેલું આદુ
૨ ટીસ્પૂન બારીક સમારેલું લસણ
૨ ટીસ્પૂન બારીક સમારેલા લીલા મરચા
૧/૪ કપ સમારેલા લીલા કાંદાના પાન (લીલા અને સફેદ)
૧/૪ કપ કાંદાના ટુકડા
૧/૪ કપ સિમલા મરચાંના ટુકડા
૨ ટીસ્પૂન લાલ મરચાંની પેસ્ટ
૧/૨ ટીસ્પૂન સોયા સૉસ
૧/૨ ટીસ્પૂન વિનેગર
મીઠું , સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન લાલ મરચાંનો સૉસ

મિક્સ કરીને કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ
૨ ટીસ્પૂન કોર્નફ્લોર
૫ ટીસ્પૂન પાણી

સજાવવા માટે
૧/૪ કપ સમારેલા લીલા કાંદાના પાન (લીલા અને સફેદ)
કાર્યવાહી

ચીલી પનીર બનાવવા માટે
પનીરના ચોરસ ટુકડા અને કોર્નફ્લોરને ઊંડા બાઉલ અથવા પ્લેટમાં ભેગું કરો અને તેમને સારી રીતે ટૉસ કરી લો.
ઉપરના કોર્નફ્લોર કોટેડ પનીરના ચોરસ ટુકડાને તૈયાર બેટરમાં ઉમેરો અને હલ્કે થી ટૉસ કરી લો.
એક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો અને એક જ સમયે થોડા ટુકડા તળી લો, ત્યાં સુધી તે બધી બાજુઓથી ગોલ્ડન બ્રાઉન રંગના થાય. ટીશ્યુ પેપર પર કાઢીને લો. અને એક બાજુ રાખો.

ચીલી પનીર બનાવવા માટે આગળની રીત
ચીલી પનીર બનાવવા માટે, એક ઊંડી નોન-સ્ટીક કઢાઈ અથવા પૈનમાં તેલ ગરમ કરો, તેમાં લસણ, આદુ અને લીલા મરચા નાખો અને મધ્યમ તાપ પર થોડી સેકંડ માટે સાંતળી લો.
લીલા કાંદા, કાંદાના ટુકડા, સિમલા મરચાં ઉમેરો અને મધ્યમ તાપ પર થોડી સેકંડ માટે સાંતળી લો.
લાલ મરચાંની પેસ્ટ, સોયા સૉસ, વિનેગર અને લાલ મરચાંનો સૉસ ઉમેરો અને મધ્યમ તાપ પર થોડી સેકંડ માટે રાંધી લો.
તળેલા પનીરના ટુકડા ઉમેરો અને ધીમા તાપ પર થોડી સેકંડ માટે સાંતળી લો.
કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ ઉમેરો, ધીમેથી મિક્સ કરી દો અને થોડી સેકંડ માટે ઊંચા તાપ પર રાંધી લો.
ચીલી પનીરને લીલા કાંદાના પાન (લીલા અને સફેદ)થી ગાર્નિશ કરીને તરત પીરસો.

બટાટાના પરોઠાનો ફ્રીજમાં સંગ્રહઘટકોકણિક માટે૨ કપ ઘઉંનો લોટમીઠું , સ્વાદાનુસાર૧ ટીસ્પૂન તેલમિક્સ કરીને પૂરણ તૈયાર કરવા મા...
20/06/2022

બટાટાના પરોઠાનો ફ્રીજમાં સંગ્રહ

ઘટકો

કણિક માટે
૨ કપ ઘઉંનો લોટ
મીઠું , સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન તેલ

મિક્સ કરીને પૂરણ તૈયાર કરવા માટે
૨ કપ બાફી , છોલીને છૂંદેલા બટાટા
૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૪ ટીસ્પૂન હળદર
૧ ટીસ્પૂન જીરા પાવડર
૧ ટીસ્પૂન આમચૂર
૧ ટીસ્પૂન ચાટ મસાલો
મીઠું , સ્વાદાનુસાર

બીજી જરૂરી વસ્તુઓ
ઘઉંનો લોટ , વણવા માટે
૨ ૧/૨ ટીસ્પૂન તેલ , રાંધવા માટે
કાર્યવાહી

કણિક માટે
૧ એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી બહુ કઠણ નહીં બહુ નરમ નહીં એવી કણિક તૈયાર કરી બાજુ પર રાખો.

આગળની રીત
તૈયાર કરેલા પૂરણના ૧૦ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
તે જ રીતે કણિકના પણ ૧૦ સરખા ભાગ પાડો.
કણિકના એક ભાગને ૧૨૫ મી. મી. (૫”)વ્યાસના ગોળાકારમાં થોડા સૂકા ઘઉંના લોટની મદદથી વણી લો.
હવે તેની પર પૂરણનો એક ભાગ તેની મધ્યમાં મૂકી તેની બાજુઓને વાળીને મધ્યમાં ભેગી કરી સજ્જડ રીતે બંધ કરી લો.
તે પછી તેને ફરીથી ૧૦૦ મી. મી. (૪”) વ્યાસના ગોળાકારમાં થોડા સૂકા ઘઉંના લોટની મદદથી વણી લો.
રીત ક્રમાંક ૩ થી ૫ પ્રમાણે બાકીના ૯ આલૂ પરોઠા તૈયાર કરી લો.
હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર દરેક પરોઠાને ૧૫ સેકંડ સુધી ૧/૪ ટીસ્પૂન તેલની મદદથી બન્ને બાજુએથી અડધા કાચા-પાકા શેકી લો.
આમ અર્ધ-શેકેલા પરોઠાને એક મોટી થાળીમાં છુટા-છુટા ગોઠવીને સંપૂર્ણ ઠંડા થવા મૂકો.
જ્યારે તે ઠંડા થઇ જાય, ત્યારે તેને ઢગલાબંધ ગોઠવવા માટે એકબીજાની વચ્ચે બટર પેપર મૂકી ઢગલી બનાવીને ફ્રીજરબેગમાં ભરી લો.
ફ્રીજરબેગ પર વાનગીનું નામ તારીખ લખેલું એક લેબલ જરૂરથી ચીટકાડી દો. જ્યારે જરૂર પડે ત્યારે તેને વાપરો.
જ્યારે તમે તેનો ઉપયોગ કરવાનો હો, ત્યારે તેમાં મૂકેલું બટર પેપર કાઢી લો.
હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર પરોઠાને મધ્યમ તાપ ૧ ટીસ્પૂન ઘી વડે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
ગરમ ગરમ પીરસો.

Address

Ahmedabad

Telephone

+918866415828

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujarati Food posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Restaurant

Send a message to Gujarati Food:

Share