Bhavna Vegetarian Restaurant

Bhavna Vegetarian Restaurant Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bhavna Vegetarian Restaurant, Indian Restaurant, Meena Bazaar, Dubai.

18/12/2025

16/08/2024

શિવ કથા ભાગ 14
શ્રાવણ સુદ ચૌદશ
😊🌸🙏🏽
*તારકાસુર નો અંત અને સમુદ્ર મંથન કથા અને ગંગા અવતરણ લીલા*
😊🌸🙏🏽
મહાદેવ એ એમની લીલાકાળ દરમ્યાન ઘણા બધા અસુરો ને વરદાન પણ આપ્યા અને અંત પણ કર્યો પણ તારકાસુર નો અંત કાર્તિકેય ના હાથે હતો..
😊🌸🙏🏽
ઇન્દ્ર દ્વારા યુદ્ધ નું આહવાહન આપ્યા બાદ કૈલાશ ના મેદાન માં દેવતાઓ અને દાનવો એકત્ર થયા..
😊🌸🙏🏽
બૃહસ્પતિ અને શુક્રાચાર્ય એ શંખ ફુક્યા અને ઘમાસાણ યુધ્ધ છેડાય ગયું... સતત 1 વર્ષ યુદ્ધ ચાલ્યું એટલે કાર્તિકેય બાળક અવસ્થા ના લીધે નબળા પળવા લાગ્યા..
😊🌸🙏🏽
ત્યારે મોકો જોઈને તારકાસુર એ ચારે બાજુ દીવાલ ની રચના કરી અને અંદર કાર્તિકેય સાથે પોતે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું..
આ સ્વરૂપ એટલું વિશાળ હતું કે તેની સામે કાર્તિકેય કાળી કીડી લાગતા હતા..
😊🌸🙏🏽
ત્યારે અચાનક જ જ્યારે કાર્તિકેય પર હુમલો થયો અને તેઓ નીચે ભૂમિ પર પડવા લાગ્યા ત્યારે નીચે થી એક વિશાળ હાથ આવ્યો..
ઉપર ખુલી જટા અને ગળા માં વાસુકી...એટલો બધું વિશાળ સ્વરૂપ હતું કે હવે તારકાસુર સસલા સમાન લાગતો હતો..
અને એક જ વાત બોલ્યા..
પુત્ર ઉઠો...વિજયી ભવ: ત્યારે હર હર મહાદેવ ના નાદ સાથે હથેળી માં દોડતા દોડતા કાર્તિકેય એ જે બાણ નો પ્રહાર કર્યો એનાથી તારકાસુર નો અંત થયો..
😊🌸🙏🏽
દેવતાઓ ની સેના વિજયી બની અને કાર્તિકેય ને સેનાપતિ નીમવામાં આવ્યા..અને આનંદ ઉત્સવ મનાવવામાં આવ્યો..
😊🌸🙏
આ આનંદ માં સપ્તઋષિ ઓ સાથે દુર્વાસા પણ હાજર હતા...એમણે પ્રસન્ન થઈ ને ઇન્દ્ર ને વિષ્ણુ ને ચડાવેલ ફૂલ નો હજાર ભેટ માં આવ્યો પણ.અભિમાની બની ગયેલ ઇન્દ્ર એ એ હાર એમના હાથી ઍરાવત ના પગ તળે કૂચલાવી નાખ્યો આ જોઈને દુર્વાસા ખૂબ જ ક્રોધિત થયા એટલે સમગ્ર બ્રહ્માંડ લક્ષ્મી હીન તેજ.હીન બની જાય એવો શ્રાપ ઇન્દ્ર ને આપ્યો..
😊🌸🙏
આ ઘટના થી સમગ્ર વિશ્વ માં તેજ અને લક્ષ્મી ચાલ્યા ગયા એટલે બધા દેવતાઓ ત્રાહિમામ પોકારી ને વિષ્ણુ પાસે ગયા..વિષ્ણુ ભગવાને ઉપાય આપ્યો કે સમુદ્ર માં હજારો ખજાનાઓ છે તથા રત્નો છે એટલે દાનવો સાથે મિત્રતા કરી ને વાસુકી નાગ નો નેતર બનાવો અને મંદરાચલ પર્વત નો રવૈયો બનાવો અને સમુદ્ર મંથન કરો..
😊🌸🙏
આમ દાનવો સાથે અમૃત આપવાની લાલચ આપી ને સમુદ્ર મંથન કરવામાં આવ્યું...
વાસુકી ને દોરી ની જેમ ફેરવવામાં આવ્યો પર્વત સમુદ્ર માં સ્થિર રહે તેથી વિષ્ણુ એ કુર્મ અવતાર લીધો અને કાચબો બન્યા અને પર્વત નીચે સ્થિર બન્યા
😊🌸🙏
શરૂઆત માં જ હળાહળ ઝેર પ્રગટ થયું જે ને મહાદેવ એ ગળા માં ધારણ કર્યું એટલે નીલકંઠ કહેવાયા...ત્યાર બાદ ઉચ્ચેશ્ર્વા ઘોડો જે બલિ રાજા લઈ ગયા..ઍરાવત અપ્સરાઓ અને પારિજાત ઇન્દ્ર લઈ ગયા..કામધેનુ ઋષિઓ લાગ્યા..કૌસ્તુભમ મણી અને લક્ષ્મીજી વિષ્ણુ એ રાખ્યા...અને અમૃત નીકળ્યું તે મોહિની અવતાર ધારણ કરી ને છળ કપટ થી દેવતાઓ ને પાયું પણ રાક્ષસો રહી ગયા..અને સમગ્ર બ્રહ્માંડ ફરી લક્ષ્મી મય અને તેજ મય બન્યું..
😊🌸🙏
એક સમયે હજારો વર્ષો પહેલા સગર ના 66 હજાર પુત્રો એ અશ્વમેઘ યજ્ઞ કર્યો એટલે હવન નો ઘોડો કપિલ મુનિના આશ્રમ માં આવી ગયો..પણ 66 હાજર પુત્રો એ કાઈ સમજ્યા વગર જ કપિલ મુનિ ના આશ્રમ પર લડાઈ નું એલાન કરી દીધું એટલે..તપ ના બળ દ્વારા 66 હજાર પુત્રો ને કપિલ મુનિએ ભસ્મ કરી નાખ્યા...
સગર ને આ વાત ની જાણ થતાં જ એ ઋષિ ના આશ્રમ તરફ દોડી આવ્યા અને આ 66 હજાર ભટકતી આત્માની મુક્તિ નો ઉપાય પૂછ્યો ત્યારે ઋષિ એ જણાવ્યું કે બ્રહ્માના કમંડળ માં રહેનાર વિષ્ણુ પ્રિયા જ્યારે શિવ ની જટા માં વાસ કરી ને અહીંયા વહન કરશે.ત્યારે એ ગંગા ના જળ.દ્વારા આ બધા ને મુક્તિ મળશે..
😊🌸🙏
એટલે સગર રાજા એ હજારો વર્ષો તપસ્યા કરી પણ સફળતા મળી નહિ..એમના પુત્ર થયા અંશુમન એમને પણ આજીવન ગંગા પ્રસન્ન ના થયા..
એટલે એમના પુત્ર થયા ભાગીરથ
એમને હજારો વર્ષો બ્રાહ્મજી ની તપસ્યા કરી એટલે પ્રસન્ન થઈ ને વરદાન આપવાનું નક્કી કર્યું એટલે ભગીરથ એ ગંગાજી ને પૃથ્વી પર એમની પાછળ પાછળ વહન કરે એવું માંગ્યું..
😊🌸🙏
પણ બ્રહ્માજી એ જણાવ્યું કે ગંગા નો તેજ અત્યંત પ્રચંડ છે જેનાથી પૃથ્વી ના બે કટકા પણ થઈ જાય એમના વેગ ને જિલનાર શિવ ને પ્રસન્ન કરો..
હજારો વર્ષો સુધી ભગીરથ દ્વારા શિવજી નું તપ કરાયું અને ગંગા ના પ્રવાહ ને જીલ વાનું વરદાન માંગ્યું...
😊🌸🙏
બસ પછી તો માં ગંગા નું આહવાહન કરાયું અને આ બાજુ ભોળાનાથ એ જટા ખોલી છે વ્હાલા..
ગંગા ના પ્રચંડ વેગ એટલું હતું કે હજારો ગ્રહો ટકરાય એટલો અવાજ આવતો હતો ત્યારે..જગત માં કોઈ ના કરે એ મહાદેવ કરે બાપ એટલા વિશાળ બન્યા છે આજ ભોળોનાથ...અને મંદ મંદ મુસ્કુરાતા જટા ને એટલી વિશાળ ફેલાવી છે કે ગંગા નો બધો પ્રવાહ સીધો જટા પર પડ્યો છે અને માત્ર ગણતરી ના પળ માં જ જટા ને ફરી થી બાંધી લીધી છે..
😊🌸🙏
અલખ અલખ કરતા મહાદેવ બોલ્યા ભાગીરથ આગળ વધો તમારા દાદા સગર ના પુત્રો ને મુક્તિ આપવો..અને જટા માંથી માત્ર એક જ લટ ખોલી છે ને ગંગા ઉછળ કુંદ કરતી કરતી આજ ભાગીરથ ની પાછળ જાય છે કપિલ મુનિ ના આશ્રમ માં આવતા 66 હજાર પુત્રો ને મુક્તિ મળે છે..
મહાદેવ ગંગા ને વરદાન આપે છે કે સૂર્ય ચંદ્ર જ્યાં સુધી હશે આકાશ માં ત્યાં સુધી આપ મારી જટા માં વાસ કરશો...
હજારો વર્ષો બાદ હિમાલય ના પ્રથમ પુત્રી બનશો અને સંબંધ માં મારી શાળી બનશો..
તમારું સ્થાન હમેશા મારી જટા માં રહેશે..
અનાદિકાળ સુધી તમે દરેક ના પાપ મુક્ત કરશો પણ તમે સદાય પવિત્ર અને પૂજનીય રહેશો...
તમારું જળ ક્યારેય અપવિત્ર નહિ ગણાય...
ભાગીરથ દ્વારા તમારું આહવાહન થયું એટલે તમારું એક નામ ભાગીરથી કહેવાશે..
😊🌸🙏
અને અહીંયા ખત્મ થાઈ છે ગંગા અવતરણ લીલા..
પ્રેમ છે બોલો હર હર ગંગે...
હર હર મહાદેવ...
જય જય મહાકાલ..
😊🌸🙏😊🌸🙏

15/08/2024

શિવ કથા ભાગ 13
શ્રાવણ સુદ તેરસ..
😊🌸🙏🏽
*કાર્તિકેય જન્મ ની કથા અને માતા પાર્વતી નું આદિ શક્તિ રૂપ ધારણ કરવું અને મત્સ્ય પાર્વતી ની કથા*
😊🙏🏽🌸
ઉપરોક્ત ભાગ માં આગળ જોઈ ગયા કે માતા પાર્વતી એમની પૂર્વ જન્મ ની બધી આત્માને મળે છે હવે આગળ..
😊🙏🏽🌸
પાર્વતી જ્યારે અઘોરી વિદ્યા શીખવાની ઈચ્છા મહાદેવ સમક્ષ રજૂઆત કરે છે..
😊🌸🙏🏽
ત્યારે મહાદેવ પાર્વતી ને પાતાળ ગુફા માં લઇ જાય છે અને અઘોરી સાધના નું જ્ઞાન આપે છે..
પણ પાર્વતી ધ્યાન માં બેસી શકતા નથી અને નિદ્રાધીન થઈ જાય છે..
😊🙏🏽🌸
ત્યારે મહાદેવ પાર્વતી પર ક્રોધિત થઈ ને ધ્યાન શીખવા માટે મત્સ્ય કન્યા બનવાનું શ્રાપ આપે છે..
શ્રાપ ને પૂર્ણ કરવા પાર્વતી મત્સ્ય વેપાર કરનાર લોકો ખારવા લોકો ની દીકરી રૂપે જન્મે છે અને ફરીથી ધ્યાન લગાવવાનું શીખી ને મહાદેવ ને પરણે છે..વિવાહ કરે છે..😊🙏🏽🌸
ત્યાર બાદ મહાદેવ પાર્વતી ને તમામ અઘોરી વિદ્યાઓ નું જ્ઞાન પ્રદાન કરે છે..શરીર માં રહેલ 6 કુંડળી ચક્રો જાગૃત કરે છે..અને માતા આદિ શક્તિ ખુદ પાર્વતી જ છે એનું ભાન કરાવે છે..
આજ માતા પાર્વતી આ વિદ્યાઓનું જ્ઞાન મેળવી ને નવ દેવીઓના રૂપ માં અવતાર ધારણ કરે છે...જુદા જુદા રૂપો માતા પાર્વતી ના જાગૃત થાય છે..
😊🌸🙏🏽
આ બાજુ પૃથ્વી પર તારકાસુર નો વધતો જતો ત્રાસ થી બધા સજીવો ત્રાહિમામ પોકારી જાય છે ત્યારે મહાદેવ પાર્વતી ને કહે છે કે આપણા અંશ નો અવતાર નો સમય આવી ગયો છે...અને..
😊🙏🏽🌸
આગળ ના ભાગ માં જોઈ ગયા મુજબ અમરનાથ યાત્રા વચ્ચે આવતી દરેક પવિત્ર જગ્યાઓ નું વર્ણન પાર્વતી ને કરતા જાય છે અને મહાદેવ પાર્વતી ને અમરનાથ ગુફા તરફ મંત્રો દ્વારા પુત્ર ઉત્તપન્ન કરવા લઈ જાય છે..
😊🙏🏽🌸
અમરનાથ પહોંચતા જ શિવ શક્તિ બન્ને એક બને છે ધ્યાન લગાવે છે અને પરમ બ્રહ્મ શક્તિ દ્વારા એક દિવ્ય તેજ એકત્ર કરે છે પણ આ તેજ અગ્નિ દેવ જોઈ જાય છે અને ભાગી જાય છે..
😊🙏🏽🌸
માતા ને આ વાત નું જ્ઞાન થાય છે કે જેના દ્વારા એના પુત્ર નો જન્મ થવાનો હતો એ અગ્નિ દેવ લઈ ગયા એટલે શ્રાપ આપી દે છે અને કાળા ધુમાળા સમાન બનાવી દે છે..
😊🙏🏽🌸
અગ્નિ થી આ તેજ સહન ન થતા તે બ્રહ્મ લોક માં ગંગા ને આપે છે એટલે માતા એમને પણ શ્રાપ આપે છે કે આદિ કાળ સુધી લોકો પાપ તારા માં સાફ કરશે..
😊🙏🏽🌸
ગંગા આ તેજ પુંજ ને ધરતી પર મુકવા જાય છે તો માતા એને પણ શ્રાપ આપે છે કે કરોડો વર્ષો સુધી પાપીઓ તારા કટકા કરશે અને પાપીઓ નો ભાર તારે ઉપાડવો પડશે ત્યારે શિવ શક્તિ માંથી ઉત્તપન્ન થયેલા દિવ્ય તેજ ના 6 કટકા થાય છે અને 6 અપ્સરાઓ એનું એક તેજ બનાવી ને બાળક બનાવે છે...
6 વર્ષો સુધી એ બાળક નું પાલનપોષણ કરે છે અને એનું નામ કાર્તિકેય રાખે છે..
😊🙏🏽🌸
6 વર્ષો બાદ માતા અને મહાદેવ આ બાળક પાસે આવી ને એમના જન્મ નો ઉદ્દેશ્ય સમજાવે છે અને કૈલાસ માં લઇ જાય છે..
😊🙏🏽🌸
મહાદેવ ખુદ કાર્તિકેય ને બધી વિદ્યાઓમાં નિપુણ બનાવે છે દેવતાઓ ના સેનાપતિ તરીકે એમની નિયુક્તિ કરાય છે અને અસુરો થી બચાવે છે. માતા મહાકાળી ના રૂપ માં ચંડ મુંડ શુમ્ભ નિઃશુમ્ભ થી કાર્તિકેય ને અવારનવાર બચાવે છે..
કાર્તિકેય ને યુદ્ધ માટે સજ્જ કરે છે અને તારકાસુર ને ઇન્દ્ર દ્વારા 11 વર્ષે યુદ્ધ નું આહવાહન કરવામાં આવે છે..
😊🙏🏽🌸
તારકાસુર ના અંત ની કથા હવે ના આગળ ના ભાગ માં...
હર હર મહાદેવ..
નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર...
😊😊🙏🏽🙏🏽🌸🌸

14/08/2024

શિવ કથા..ભાગ 12
શ્રાવણ સુદ બારશ..
😊🌸🙏🏽
*પાર્વતી ના પ્રશ્ન નું નિવારણ અને તરકાસુર ને માતા પાર્વતી દ્વારા શ્રાપ.*
😊🌸🙏🏽
આગળ ના ભાગ 11 માં સોમનાથ જ્યોર્તિલિંગ ની સ્થાપના ની કથા સાંભળ્યા બાદ હવે આગળ ની કથા..
😊🌸🙏🏽
પવિત્ર એવા ગંગા નદી ના કિનારે શિવ અને પાર્વતી ની આ પવિત્ર કથાઓ નારદજી શૌનક આદિ ઋષિ મુનિઓને વર્ણવે છે..
ત્યારે શૌનક આદિ ઋષિ મુનિઓ કહે છે કે હે નારદજી..
પાર્વતી તો જન્મ થયો પણ મહાદેવ નો ક્યાંય જન્મ જ નથી..તેઓ અજન્મા અને નિરાકાર છે તો શું આ પ્રશ્ન પાર્વતી એ મહાદેવ ને નહિ કર્યો હોય..?
ત્યારે નારદજી ઋષિઓ ને કહે છે કર્યો હતો સાંભળો...
😊🌸🙏🏽
એક વખત લગ્ન બાદ પાર્વતી આનંદ થી કૈલાસ માં રહેતા હતા..
નારદજી નો સ્વભાવ કે કાંઈક ટીખળ કરે એટલે..
કૈલાસ માં આવ્યા..
માતા ને પગે લાગ્યા અને કહ્યું મહાદેવ ક્યાં છે ત્યારે જાણવા મળ્યું કે મહાદેવ સમાધિ માં લિન છે..
😊🌸🙏🏽
તક નો લાભ લઇ ને નારદજી એ ટીખળ કરી કે માતા તમને ખબર છે દાદા મહાદેવ ગળા માં ખોપરી ની માળા કેમ પહેરે છે..એ ખોપરીઓ કોની છે..
ત્યારે પાર્વતી મુંજાય છે અને નારદજી ને કહે છે તેઓને ખબર નથી..
😊🌸🙏🏽
નારદજી કહે છે કોઈ વાંધો નહિ માતે દાદા જાગી જાય ત્યારે પૂછી લેજો..અને નારાયણ નારાયણ કહી ને પલાયન થાય છે..
😊🌸🙏🏽
વર્ષો પછી મહાદેવ સમાધિ માંથી બહાર આવે છે અને જાગૃત થાય છે ત્યારે પૂજા કરવા ના બદલે પાર્વતી જીદ કરે છે અને કહે છે..
હે દેવ મને જણાવો કે આ ખોપરીઓ ની માળા કેમ પહેરો છો અને આ ખોપરીઓ કોની છે..
😊🌸🙏🏽
મહાદેવ કહે છે બીજું ગમે તે પૂછો દેવી પણ આ નહિ પરંતુ હજારો વખત સમજાવ્યા બાદ પાર્વતી જીદ છોડતા નથી ત્યારે મહાદેવ કહે છે ચાલો દેવી...
😊🌸🙏🏽
મહાદેવ કૈલાસ ના પાતાળ માં આવેલ એક અંધારી ગુફા માં પાર્વતી ને લઇ જાય છે...
આ ગુફા માં હજારો ભટકતી આત્માઓ મુક્તિ આપો મુક્તિ આપો ની ચીસો પાડી રહ્યા હોય છે...
😊🌸🙏🏽
માતા પાર્વતી આ સાંભળી ડરી જાય છે..આ આત્માઓ ની પીડા સહન કરી શકતા નથી...
આત્માની ચીસો માતા ને ધ્રુજાવી દે છે..
ત્યારે મહાદેવ કહે છે..
😊🌸🙏🏽
જુઓ દેવી...આ બધી આત્માઓ તમારા 51 વખત થયેલ જન્મો ની આત્માઓ છે...
હજારો કરોડો વર્ષો બાદ જ્યારે બ્રહ્માજી નું આયુષ્ય પૂર્ણ થાય છે..ત્યારે સમગ્ર બ્રહ્માંડ માં કોઇપણ બચતુ જ નથી...
કોઈ દેવી દેવતાઓ કે કોઈ જ નહીં તમે પણ નહીં...
શિવાય કે હું...સમગ્ર સૂર્ય મંડળ સમગ્ર બ્રહ્માંડ માં હું એક જ અજર અમર છું...
😊🌸🙏🏽
હું જ ફરીથી વિષ્ણુ અને બ્રહ્માજી ની રચના કરું છું અને મારી આજ્ઞા થી ફરીથી સૂર્ય ચંદ્ર પૃથ્વી સજીવો ફરીથી જન્મે છે..
😊🌸🙏🏽
મારા ગળા ની આ ખોપરીઓ એ તમારા મસ્તિષ્ક છે હું તમારા થી અલગ નથી રહી શકતો એટલે..
તમારું શરીર પંચ મહાભૂત માં વિલન થયા બાદ હું એમની માળા બનાવી ને ધારણ કરું છું...
😊🌸🙏🏽
માતા આ જાણી ને ગદગદ થઈ જાય છે અને આત્માઓ નું નિવારણ પૂછે છે ત્યારે મહાદેવ કહે છે સમય આવતા જ્યારે ગંગા સ્વર્ગ માંથી કૈલાસ લોક માં આવશે ત્યારે આ બધી આત્માઓ ને મારા ચરણ માં મુક્તિ મળશે...
😊🌸🙏🏽
માતા પ્રશ્ન કરે છે કે પણ મને મારનાર કોણ હોય છે..ત્યારે મહાદેવ જણાવે છે કે તારકાસુર દ્વારા દર વખતે તમારો અંત થાય છે જેથી કરી ને આપણી શક્તિઓ એક ના થાય આપણો પુત્ર ના જન્મે અને તારકાસુર નો અંત ના આવે..
😊🌸🙏🏽
એ સમયે માતા પાર્વતી ક્રોધિત થઈ ને તારકાસુર ને શ્રાપ આપે છે કે હે તારકાસુર આજ યુગ માં આજ પાર્વતી રૂપ માં મારી મંત્ર શક્તિઓ દ્વારા ઉત્તપન્ન થયેલ પુત્ર તારો વધ કરશે..
😊🌸🙏🏽
મહાદેવ ને વિનંતી કરે છે કે આપ જેમ અમર છો એ વિદ્યા નું જ્ઞાન આપો ત્યારે મહાદેવ પાર્વતી ને અઘોરી વિદ્યા નું જ્ઞાન આપવા પાષાણ ગુફા માં લઇ જાય છે..અને અઘોરી વિદ્યા નું જ્ઞાન આપવા સજ્જ કરે છે..જે કથા આગળ ના ભાગ માં..
😊😊🌸🌸🙏🏽🙏🏽
હર હર મહાદેવ..
નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ..હર..
😊🌸🙏🏽😊🌸🙏🏽

12/08/2024

શિવ કથા ભાગ 10
શ્રાવણ સુદ અગિયારસ
😊🙏🏽🌸
*દૈત્ય અંને દાનવ ઉત્તપ્તિ કથા અને તરકાસુર ને વરદાન..*
😊🙏🏽🌸
આ ઘટના સતી જન્મ દક્ષ પ્રજાપતિ સમયની છે પણ તારકાસુર નો વધ ની કથા હોય એટલે સતી પહેલા ના સમયની વાતનું વર્ણન હવે બતાવેલ છે..
😊🙏🏽🌸
મહાદેવ વિવાહ કરીને વાઝતે ગાજતે ચંદ્રશેખર ના રૂપ ધરી ને માતા પાર્વતી ને કૈલાસ લઇ આવ્યા..હવે આગળ..
😊🙏🏽🌸
આગળ હવેના અધ્યાય માં બ્રહ્માજી દ્વારા સૃષ્ટિ ઉત્તપ્તિ ની કથા બતાવેલ છે..
જેમાં સર્વ પ્રથમ
વિષ્ણુ ની નાભિ માંથી સહસ્ત્ર પાંખડી વાળું કમળ પ્રગટ થયેલ જેમાં બ્રહ્માજી ની ઉત્તપ્તિ થયેલ..
😊🙏🏽🌸
બ્રહ્માજી ના માનસ પુત્રો ઉપરાંત કશ્યપ અને મારિચિ ઋષિ પણ બ્રહ્માજી ના પુત્રો થયા..
કશ્યપ ઋષિ ને દક્ષ પ્રજાપતી ની અન્ય ઘણી પુત્રીઓ હતી એ એમની પત્ની હતી જેમાં
😊🙏🏽🌸
આદિતિ હતા તે દેવતાઓ ના માતા બન્યા અને દેવતાઓ ને જન્મ આપ્યા..
પણ દિતિ એ સંધ્યા સમયે મિલન ની ઈચ્છા દર્શાવી એટલે કશ્યપ ના શ્રાપ થી દિતિ ના તમામ સંતાન દાનવો થયા..
😊🙏🏽🌸
અરીસ્ઠા નામની પત્ની ના તમામ સંતાન ગાંધર્વ થયા અને અને કદ્રુ નામની પત્ની ના તમામ સંતાન નવ વિશાળ નાગ થયા..
જે નવકુલ નાગ તરીકે પૂજાયા.
😊🙏🏽🌸
અને વિનાતા પત્ની ના સંતાન વરુણ અને ગરુડ થયા અને ક્રોધાવશા પત્ની ના તમામ સંતાન પિચાસ રાક્ષસ થયા..
😊🙏🏽🌸
બ્રહ્માજી ના જમણાં હાથમાંથી મનું મહારાજા અને ડાબા હાથ માંથી સતરૂપા રાણી થયા જેમના લગ્ન સંસાર થી મનુષ્યો બન્યા..
😊🙏🏽🌸
ત્યારબાદ વૃક્ષો પહાડો નદીઓ જળ આકાશ ભૂમિ પક્ષીઓ પશુઓ બનાવવામાં આવ્યા..અને દેવતાઓ માટે સ્વર્ગ તથા રાક્ષસ માટે પાતાળ લોક બનાવ્યું..
😊🙏🏽🌸
આટલી રચના થઈ ગયા બાદ દિતિ ના પુત્રો હમેશા દેવતાઓ થી હારી જતા એટલે ઇન્દ્ર ના વજ્ર ને પણ ભાંગી નાખે એવો પુત્ર પામવા માટે દિતિ એ મહાદેવ નું તપ કર્યું..
😊🙏🏽🌸
હજારો વર્ષોની તપસ્યા ફળી અને મહાદેવે પ્રસન્ન થઈ ને વરદાન આપ્યું કે દેવી...તારકાસુર નામનો દાનવ તમારા મંત્ર દ્વારા ઉત્તપન્ન થશે જેને મારા મંત્ર દ્વારા ઉતપન્ન થયેલ પુત્ર શિવાય કોઈ નહિ મારી શકે..અને વરદાન આપી ને અંતર ધ્યાન થઈ ગયા..
😊🙏🏽🌸
આવી રીતના પરોક્ષ રીતે જ તારકાસુર ને વરદાન મળી ગયેલ કે શિવ ના પુત્ર શિવાય એમનો વધ શક્ય જ નથી માટે તારકાસુર આ વરદાન નો ગેરલાભ ઉઠાવી ને જગતમાં હાહાકાર માચાવવા લાગ્યો..
😊🙏🏽🌸
દેવતાઓ દાનવો સાધુ સંતો ગાય દરેક ને હેરાન પરેશાન કરવા લાગ્યો..ત્રણેય લોક માં તારકાસુર થી બધા ત્રાસી ગયા...
રાક્ષસી કૃત્યો વધવા લાગ્યા બધા ત્રાહિમામ ત્રાહિમામ પોકારવા લાગ્યા..
😊🙏🏽🌸
આ બાજુ કૈલાસ માં માતા પાર્વતી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે..ભોળાનાથ ને ખીર અતિશય પ્રિય એટલે માતા એ ખીર બનાવેલ અને નંદી શૃંગી ભૃગી આદિ ગણો ને ખીર નો પ્રસાદ આપવામાં આવ્યો છે..
😊🙏🏽🌸
બધા આનંદ મંગલ થી ઉત્સવો ઉજવી રહ્યા છે..તો
ચાલો આજે આપણે પણ એકાદશી ના રોજ શીવ શક્તિ ની સાથે મળીને ઉત્સવ ઉજવીએ..તરકાસુર ને પછી મારી નાખશુ..આપણે પણ મહાદેવ ની ભક્તિ માં તરબતોડ થઈ જાય..
તો પ્રેમ સે બોલીએ....
😊🙏🏽🌸
ઉમા પતિ મહાદેવ કી જય...
ચંદ્રશેખર ભોલેનાથ કિ જય...
જોર સે બોલીએ..
નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.... હર..
😊😊🙏🏽🙏🏽🌸🌸

11/08/2024

શિવ કથા ભાગ 9
શ્રાવણ સુદ દસમ
😊🌸🙏🏽
*શિવ પાર્વતીના વિવાહ સંપન્ન અને હિમાલય નો અહંકાર તોડવો તથા મહાદેવ નો ચંદ્રશેખર અવતાર*
😊🌸🙏🏽
ભાગ 8 માં જોયા મુજબ જાન હિમાલય ના મહેલ માં આવી ગઈ અને ઉતારો આપવામાં આવ્યો..
હવે આગળ..
😊🌸🙏🏽
પાર્વતી ને જાણતા હતા કે તેઓ આદિ શક્તિ છે પણ માતા પિતા માનવા તૈયાર ના હતા એટલે ફરીથી આદિ શક્તિ ના મૂળ રૂપ માં આવી ને હિમાલય અને મેનાવતી ને સમજાવે છે પુત્રી મોહ ત્યાગ કરે છે તથા મોક્ષ નું વરદાન આપે છે..
😊🌸🙏🏽
વિવાહ ના મંડપ સજાવવામાં આવે છે..સૌપ્રથમ જમણવાર કરવામાં આવે છે ત્યારે અભિમાની બનેલ હિમાલય બોલે છે આવી કોટી જાન જમે તોય ના ખૂટે એટલું ભોજન છે..
😊🌸🙏🏽
આ અભિમાન મહાદેવ ને ગમતું નથી એટલે સર્વ પ્રથમ તે જમવા બેસે છે અને અન્ન ના છેલ્લા દાણા સુધી તમામ જમી જાય છે પણ ક્ષુધા શાંત થતી નથી..
😊🌸🙏🏽
ત્યારે ભાઈ વિષ્ણુ બહેન પાર્વતી ને ખીર લઈ ને મહાદેવ ને જમાડવાનું કહે છે અને ભૂખ શાંત કરાવે છે..અને હિમાલય નું અભિમાન ભાંગી જાય છે..
😊🌸🙏🏽
બ્રહ્માજી દ્વારા પવિત્ર મંત્રો અને કરોડો જાનૈયા ઓ ની સાક્ષી માં જવતલીયા વિષ્ણુ સાથે રહી ને મહાદેવ અને પાર્વતી ના ધામ ધૂમ થી લગ્ન થાય છે..
આજ આખા જગત નો બાપ વૈરાગી માંથી સંસારી બને છે..
😊🌸🙏🏽
હજારો સમુદ્ર ની સાહિ બનાવી અને દરેક વૃક્ષ ની ડાળી ની કલમ બનાવી અને માતા સરસ્વતી ખુદ લખવા બેસે તોય મહાદેવ ના રૂપ નું વર્ણન શક્ય જ નથી એવું દરેક નું મન મોહી જાય તેવું ચંદ્રશેખર નું રૂપ ધારણ કરી ને મહાદેવ લગ્ન મંડપ માં બેઠા છે..બાપ જેને જગત નું પાલન કરનાર ખુદ વિષ્ણુ તૈયાર કરે અને શણગાર કરે એ મહાદેવ ના રૂપ નું આપણે શું વર્ણન કરી શકીએ..
😊🌸🙏🏽
વર્ણન શુ કરવું બાપ એ મહાદેવ નું..
માથા પર બીજ નો ચંદ્ર માં કપૂર સમાન ગૌરવ વર્ણ દિવ્ય આભૂષણો અલંકારો જગતમાં એના જેવું રૂપવાન કોઈ જ ના બની શકે એવું મનમોહક અને શાંતિદાયક રૂપ સાથે મહાદેવ વિવાહ કરે છે.
અને મહાદેવ નો પ્રિય મંત્ર નંદી દ્વારા રચવામાં આવે છે..
"कर्पूरगौरं करुणावतारं संसारसारम् भुजगेन्द्रहारम् । सदावसन्तं हृदयारविन्दे भवं भवानीसहितं नमामि.."
😊🌸🙏🏽
મહાદેવ ના ચરણે આવેલ દરેક ભક્તો ને વરદાન આપે છે..આજ આનંદ અને હરખ ની હેલી હિમાલય ના મહેલ માં જોવા મળે છે..
મહિનાઓ દિવસ ભક્તો ને આશીર્વાદ આપી ને જાન કૈલાસ તરફ વિદાય થાય છે..
😊🌸🙏🏽
રડતી આંખોએ માતા મેનાવતી આજ આદિ શક્તિ ને સાસરે વળાવે છે..ચોધાર આંસુઓ એ બાપ હિમાલય જેવો અડીખમ પર્વત પણ રડી પડ્યો છે આજે..
અને માતા પાર્વતી નું કૈલાશ તરફ પ્રયાણ થાય છે..
દરેક ભક્તો ને મહાદેવ ખૂબ ખૂબ વરદાન અને આશીર્વાદ આપે છે..
😊🌸🙏🏽
ભાગ્યશાળી નંદી પર અસવાર થઈ ને શિવ શક્તિ કૈલાસ તરફ પ્રયાણ કરે છે અને શિવ પુરાણ માં શિવપાર્વતી વિવાહસંહિતા ની સમાપ્તિ બતાવવા આવી છે..
😊🌸🙏🏽
દરેક ભક્તો ને શિવ શક્તિ ઘણું ઘણું આપે એવા અંતઃ પૂર્વક ભદેવના આશીર્વાદ સહ..
હર હર મહાદેવ..
પ્રેમ સે બોલીએ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ... હર..
ઉમા પતિ મહાદેવ કી જય..
😊🌸🙏🏽
અને શિવ પુરાણ માં આગળ..
તારકાસુર ના વધ ની લીલા તથા ગંગા ઉત્તપ્તિ અને કાર્તિકેય જન્મ અને સમુદ્રમંથન ની કથા ની શરૂઆત થાય છે..
😊🌸🙏🏽
હર હર મહાદેવ...
જય અઘોરાધિપતિ..
જય જય મહાકાલ..

Wide variety of sweets with plenty more for Diwali
28/10/2015

Wide variety of sweets with plenty more for Diwali

Happy Diwali To All Of You
13/11/2012

Happy Diwali To All Of You

13/11/2012

Address

Meena Bazaar
Dubai
12504

Opening Hours

Monday 07:00 - 23:00
Tuesday 07:00 - 23:00
Wednesday 07:00 - 23:00
Thursday 07:00 - 23:00
Friday 07:00 - 23:00
Saturday 07:00 - 23:00
Sunday 07:00 - 23:00

Telephone

0097143530707

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhavna Vegetarian Restaurant posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share